નવી દિલ્લીઃ સ્થૂળતા આજકાલ એક મોટી સમસ્યા બનીને સામે આવી રહી છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને અનિયમિત ખાવાપીવાની આદતોના કારણે આજે મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દરેક વ્યક્તિને સુંદર દેખાવું હોય છે. પરંતુ બેલી ફેટના કારણે તે શક્ય નથી થતું. આ બેલી ફેટ પણ અલગ-અલગ પ્રકારની હોય છે અને તેના માટે અલગ-અલગ પરિબળો જવાબદાર હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૉર્મોનલ બેલી-
હૉર્મોનલ બેલી હૉર્મોન્સના અંસતુલનનું પરિણામ છે. હાઈપરથાયરાડિઝ્મથી લઈને પીસીઓએસ સુધી, અનેક હૉર્મોનલ પરિવર્તન અને અનિયમિતતાઓના કારણે વજન વધે છે. જેનાથી પેટ પર વધારાની ચરબી જમા થાય છે.


આ બેલીથી છુટકારો મેળવવાની એકમાત્ર રીતે હૉર્મોનલ બેલેન્સ બનાવી રાખવાની છે. અનહેલ્ધી વસ્તુઓનું સેવન ન કરો. ગુડ ફેટને ડાયેટમાં સામેલ કરો. વ્યાયામ કરો. જરૂર પડે તો ડૉક્ટરની સલાહ લો.


લો બેલી-
જ્યારે કોઈ વ્યક્તિના શરીરનો ઉપરનો ભાગ તેમને પેટના નીચેના ભાગ એટલે કે એબ્ડોમિનલ ક્ષેત્રની તુલનામાં પાતળું હોય છે ત્યારે તેને લો બેલી ફેટ કહે છે. ઘણીવાર તેનું કારણ ગતિહીન જીવન શૈલી થઈ શકે છે. અથવા તો કોઈ વ્યક્તિ પાચન સંબંધી સમસ્યાઓથી ગ્રસિત થઈ શકે છે.


લો બેલી ફેટથી છૂટકારો પામવા માટે ફાઈબર યુક્ત વસ્તુઓનું સેવન કરો. ખૂબ પાણી પીઓ અને તમારા ડાયેટમાં લીલાં શાકભાજીને સામેલ કરો. કોર એક્સરસાઈઝ પર ધ્યાન આપો.


સ્ટ્રેસ બેલી-
નામથી ખબર પડે છે એ રીતે સ્ટ્રેસ બેલી એટલે કે સ્ટ્રેસના કારણે વધેલી ચરબી. આ કોર્ટિસોલ સ્તરમાં વૃદ્ધિના કારણે થાય છે. આવું ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ વધુ તણાવ લે છે. આનાથી શરીરના એબ્ડોમિનલ ભાગમાં ચરબી વધવા લાગે છે અને તમને જાડા થઈ જાવ છો.


આ પ્રકારની બેલી ફેટથી છૂટકારો પામવા માટે નિયમિત ધ્યાન, યોગાભ્યાસ અને વ્યાયામ કરી શકે છે, જે ચિંતાના સ્તરને ઓછું કરે છે. સાથે જ પુરતી ઊંઘ લેવી જરૂરી છે.


બ્લોટેડ બેલી-
ખરાબ આહાર કે પાચનની સમસ્યાના કારણે એસિડિટી થઈ શકે છે. જેના કારણે પેટ ફૂલી જવાની કે બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. એનાથી છૂટકારો પામવા માટે સૌથી સારો રસ્તો નિયમિત વ્યાયામ છે. ફાઈબર યુક્ત ભોજન કરો જેને પચાવવામાં સમસ્યા ન થાય. ભારી ભોજન અને કોલ્ડ ડ્રિંક્સથી બચો.


મોમી બેલી-
ડિલીવરી બાદ કેટલી મહિલાઓનું પેટ બહાર નિકળે છે. જેનાથી તે પ્રેગનેન્ટ હોય તેવું લાગે છે. ગર્ભાવસ્થા બાદ મહિલાના શરીરીને પોતાની પૂર્વવત સ્થિતિમાં આવતા સમય લાગે છે. જેથી તણાવ ન લો અને ધૈર્ય રાખો.


મોમી બેલીથી છૂટકારો પામવા માટે આરામ કરો. હેલ્ધી ફેટનું સેવન કરો. ત્વચાને ટાઈટ કરવા માટે કીગલ એક્સરસાઈઝ પણ કરી શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)